Gujarat Exclusive > યુથ > મનોરંજન > સોનમ કપૂર બની માતા, લગ્નના ચાર વર્ષ પછી પુત્રને આપ્યો જન્મ

સોનમ કપૂર બની માતા, લગ્નના ચાર વર્ષ પછી પુત્રને આપ્યો જન્મ

0
24

મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર માતા બની છે. શનિવારે તેને એક પુત્રને જન્મ આપ્યો છે. રણવીર કપૂરની માતા અને અભિનેત્રી નીતૂ કપૂરે સોનમ કપૂરના માતા-પિતાના નિવેદનનો એક સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં સોનમના માતા બનવાની જાણકારી આપવામાં આવી છે. આ સિવાય સોનમ કપૂરના પિતા અને અભિનેતા અનિલ કપૂરે પણ એક મોશન વીડિયો પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે.

સોનમ કપૂરે પુત્રને આપ્યો જન્મ

પોતાની પ્રેગનન્સીને લઇને ઘણા સમયથી સોનમ કપૂર ચર્ચામાં હતી પરંતુ એક લાંબી રાહ જોયા બાદ અંતે શનિવારે તે માતા બની ગઇ છે અને તેને એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. સોનમ કપૂરની ડિલીવરીનો ખુલાસો રણવીર કપૂરની માતા નીતૂ કપૂરે કર્યો છે, તેને સોનમ અને આનંદ દ્વારા જાહેર કરવામાં આવેલી એક પોસ્ટને શેર કરતા તેમણે શુભેચ્છા પાઠવી હતી. આ સ્ક્રીનશૉટમાં લખ્યુ છે કે, 20.8.2022 અમે પોતાના સુંદર બાળકનું સ્વાગત કર્યુ. આ જર્નીમાં અમારો સાથ આપનારા તમામ ડૉક્ટર, નર્સ, મિત્ર અને પરિવારનો આભાર. આ માત્ર શરૂઆત છે પરંતુ અમે જાણીયે છીએ કે અહીથી હંમેશા અમારૂ જીવન બદલાઇ જશે. રણવીર કપૂરની માતાએ સોનમ અને આનંદને શુભેચ્છા પાઠવી હતી. નાના-નાની બનેલા અનિલ કપૂર અને સુનીતા કપૂરે પણ તેની માટે શુભેચ્છા પાઠવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat