Gujarat Exclusive > રાજનીતિ > PM બનવાની મારી કોઇ ઇચ્છા નથી, લેફ્ટ નેતાઓને મળ્યા બાદ નીતિશ કુમાર

PM બનવાની મારી કોઇ ઇચ્છા નથી, લેફ્ટ નેતાઓને મળ્યા બાદ નીતિશ કુમાર

0
117

નવી દિલ્હી: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દિલ્હીના પ્રવાસ દરમિયાન CPI-M નેતા સીતારામ યેચુરીને મળ્યા હતા. મુલાકાત બાદ બન્ને નેતાઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યુ કે વડાપ્રધાન બનવાની તેમની કોઇ ઇચ્છા નથી અને ના તો તે દાવેદાર છે, માત્ર પ્રયાસ છે કે આખા દેશમાં જે પણ સ્થાનિક પાર્ટી છે તે તમામ એક સાથે મળી જાય તો ઘણી મોટી વાત હશે. બીજી તરફ સીતારામ યેચુરીએ કહ્યુ કે નીતિશ કુમારના અમારી પાર્ટી કાર્યાલયમાં આવવાનું સ્વાગત છે અને આ દેશ પ્રત્યે એક સારો સંકેત આપવામાં આવ્યો છે. વિપક્ષની પાર્ટીઓએ એક થઇને દેશના બંધારણને બચાવવાનું છે. અમારા લોકોનો પ્રથમ ટાસ્ક બધાને એકજુટ કરવાનો છે.

સીએમ નીતિશ કુમાર સોમવારે રાહુલ ગાંધીને મળ્યા હતા

આ પહેલા નીતિશ કુમારે સોમવારે રાહુલ ગાંધી સાથે 50 મિનિટ વાતચીત કરી હતી. જેડીયૂના સુત્રોએ જણાવ્યુ કે આ દરમિયાન વિપક્ષના નેતૃત્વ પર કોઇ વાત નથી થઇ. બન્ને નેતાઓએ ભાજપ વિરૂદ્ધ વિપક્ષની એકજુટતા પર ભાર મુક્યો હતો. ભવિષ્યમાં એક એજન્ડા હેઠળ ભાજપ વિરૂદ્ધ અભિયાન છેડવા પર વાતચીત થઇ હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat