Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ, રાહુલ ગાંધીએ અમદાવાદમાં આપ્યા આઠ વચન

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ, રાહુલ ગાંધીએ અમદાવાદમાં આપ્યા આઠ વચન

0
138

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 3 મહિના જેટલો સમય બાકી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમદાવાદના રિવરફ્રન્ટ પર સભાને સંબોધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ આઠ વચન આપ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો દરેક ખેડૂતનું 3 લાખનું દેવું માફ કરીશું. રાહુલ ગાંધીએ કહ્યુ કે દરેક ગુજરાતીને 10 લાખ સુધીની સારવાર કરાવવાની જવાબદારી સરકારની હશે.

રાહુલ ગાંધીના આઠ વચન

1. દરેક ગુજરાતીને 10 લાખ સુધીની સારવાર કરાવવાની જવાબદારી સરકારની હશે, દવા મફત આપવામાં આવશે.
2. 4 લાખ રૂપિયાનું કોવિડ કૉમ્પન્સેશન, ગુજરાતના તે 3 લાખ પરિવારને આપવામાં આવશે, જેમણે લોકોને કોવિડ મહામારીમાં ગુમાવ્યા છે.
3. ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફ કરવામાં આવશે, ખેડૂતોના વિજળી બિલ માફ કરવામાં આવશે. સામાન્ય ગ્રાહકોને 300 યૂનિટ વિજળી મફત આપવામાં આવશે.
4. યુવાઓ માટે 10 લાખ નોકરી કાઢવામાં આવશે જેમાં 50 % નોકરીઓ પર હક યુવતીઓનો હશે.
5. ગુજરાતમાં સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ ખતમ કરી દઇશુ અને યુવાઓ માટે 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે.
6. આખા ગુજરાતમાં 3000 સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખોલવામાં આવશે અને યુવતીઓની KGથી PG શિક્ષણ મફત હશે.
7. ગુજરાતના દૂધ ઉત્પાદકોને 1 લીટર પર ₹ 5ની સબસિડી આપવામાં આવશે, ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે.
8. કરપ્શન વિરૂદ્ધ કાયદો લાવીશુ અને ગત 27 વર્ષમાં થયેલા કરપ્શનની સ્ક્રૂટિની હશે અને દોષીઓને જેલમાં મોકલવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat