Gujarat Exclusive > ગુજરાત > ડીસા: લવ જેહાદ વિરૂદ્ધ બંધનું એલાન, જન આક્રોશ રેલીમાં 10 હજારથી વધુ લોકો જોડાયા

ડીસા: લવ જેહાદ વિરૂદ્ધ બંધનું એલાન, જન આક્રોશ રેલીમાં 10 હજારથી વધુ લોકો જોડાયા

0
124

ડીસા: ડીસામાં લવ જેહાદ વિરૂદ્ધ બંધનું એલાન આપવામાં આવ્યુ છે. ડીસામાં આજે જન આક્રોશ રેલી કાઢવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મુસ્લિમ શખ્સે હિન્દૂ યુવતી સાથે લગ્ન કર્યા હતા અને યુવતી અને તેની માતાનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યુ હતુ જેનો યુવતીના પિતાએ વિરોધ કર્યો હતો અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ પણ ઘટનાસ્થળે હાજર છે.

ડીસામાં હિન્દૂ સંગઠનો દ્વારા આજે બંધનું એલાન કરવામાં આવ્યુ હતુ. ડીસાના તમામ એસોસિએશનોએ આ બંધને ટેકો આપ્યો હતો. ડીસામાં લવ જેહાદ વિરૂદ્ધ રેલી બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ ધર્માતરણ મામલે સરકારને કડક કાર્યવાહી તથા ભવિષ્યમાં આવી ઘટના ના બને તેવી સમાજના લોકો માંગ કરી રહ્યા છે.

3 કિલોમીટર લાંબી રેલીમાં 15 હજારથી વધુ લોકો જોડાયા

લવ જેહાદ વિરૂદ્ધ નીકળેલી 3 કિલોમીટર લાંબી રેલીમાં 15 હજારથી વધુ લોકો જોડાયા હતા. ડીસાની આક્રોશ રેલી વધુ ગંભીર ના બને તે માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જમાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

 

ડીસાના માલગઢમાં વિધર્મીઓએ ધર્માતરણ કરાવ્યા બાદ પરિવારને પરત સોપવા માટે 25 લાખની ખંડણી માંગી હતી. તે પછી યુવતીના પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat