Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > મોદીની મહિમા કરવા ભાજપના નવા અભિયાનમાં ઈન્દિરા-નેહરુના નિવેદનો સાથે છેડછાડ!!!

મોદીની મહિમા કરવા ભાજપના નવા અભિયાનમાં ઈન્દિરા-નેહરુના નિવેદનો સાથે છેડછાડ!!!

0
201

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના સ્વતંત્રતા દિવસના ભાષણના કેટલાક કલાકો પછી જ તેમના રાજકીય વિરોધીઓ અને ટીકાકારોએ તે વાતને લઈને તેમના પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું કે તેમણે લાલ કિલ્લા પરથી અગાઉ જે જાહેરાતો કરી હતી તેના પર સંપૂર્ણ રીતે અમલ કર્યા વગર જ નવી જાહેરાતો કરી દીધી.

એક દિવસ પછી ટીકાનો જવાબ આપવાને બદલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તે કર્યું જેમાં તે સૌથી વધુ પારંગત છે. મતલબ કે જુના વચનો પૂરા ન કરવાના આક્ષેપો સંપૂર્ણપણે નજર અંદાજ કરી દીધા.

પાર્ટીની સોશિયલ મીડિયા ટીમે ખૂબ જ ધામધૂમથી ‘દેશ કી બદલી સોચ’ નામનું નવું સોશિયલ મીડિયા અભિયાન બહાર પાડ્યું. જેમાં કોંગ્રેસ પાર્ટીના એવા નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા જેઓ ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે.

થોડા જ સમયમાં વીડિયો પછી અનેક ટ્વિટ કરવામાં આવ્યા, જેમાં મોદીના નિવેદનોને કોંગ્રેસના પાછલા વડાપ્રધાનો- જવાહરલાલ નેહરૂ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને મનમોહન સિંહના નિવેદનો સાથે જોડવામાં આવ્યા. આ વડાપ્રધાનોના નિવેદનોને પણ પ્રોગ્રામથી લેવામાં આવ્યા.

અનુપમ ખેરના શોનો એકમાત્ર હેતુ મોદી સામે પહેલાના વડાપ્રધાનોને નાના દેખાડવાનો અને મોદીને ભારતને જરૂરી એવા મસીહા તરીકે રજૂ કરવાનો હતો. દેશના વિકાસ માટે યોગ્ય વિઝન ધરાવનાર એકમાત્ર વ્યક્તિ તરીકે રજૂ કરવાની મથામણ થઈ રહી છે.

જો તમે તસવીરો (ખાસ કરીને ટ્વીટ કરેલી પ્લેટો) પર નજર નાખો તો મોદીને મહાકાય બતાવવામાં આવ્યા હતા અને કોંગ્રેસના વડાપ્રધાન તેમની સામે વામન જેવા દેખાતા હતા. મોદીના નિવેદનો માટે ઉપયોગમાં લેવાતા ફોન્ટની સાઈઝ અન્ય વડાપ્રધાનો માટે વપરાતા ફોન્ટ અને સાઈઝ કરતા મોટી અને અલગ હતી. વર્તમાન પીએમની તસવીરો પણ તેમના પહેલાના વડાપ્રધાનોની તસવીરો કરતા ઘણી મોટી હતી.

આ અભિયાન માત્ર ભક્તો માટે

વીડિયોના કન્ટેન્ટ કે ટ્વીટ વિશે વાત કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે આ સમગ્ર અભિયાન ભાજપ અને તેના વિરોધીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું.

ભાજપના આ ખાસ સોશિયલ મીડિયા અભિયાનમાં શાસક પક્ષે સૌપ્રથમ મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણના પસંદગીના ભાગોને જ્ઞાનના મુદ્દા તરીકે દર્શાવ્યા હતા.

બની શકે કે સોશિયલ મીડિયા પરના તમામ યુઝર્સે તે વાંચ્યું હશે. પરંતુ તે વાત ચોક્કસ છે કે જે સાર્વજનિક રીતે ‘ભક્ત’ તરીકે ઓળખાતા લોકોને ધ્યાનમાં રાખીને આ મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું છે. આ ટ્વિટ્સ કે ટૂંકી વિડિયો ક્લિપ્સનો હેતુ મોદી પ્રત્યે આદર વધારવાનો હતો.

આપણે જાણીએ છીએ કે મોદીના પ્રશંસકોનો એક વર્ગ એવો છે જે મોદીને હિંદુ દેવતાઓમાંના કોઈ એક અવતારથી ઓછો માનતો નથી.

ભાજપ અને મોદીની ટીકા કરનારા રાજકીય પક્ષોએ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વડા પ્રધાનના અગાઉના ભાષણોની વીડિયો ક્લિપ્સ ટ્વિટ કરીને તેનો જવાબ આપ્યો હતો. આ ટ્વિટના વીડિયોમાં તેઓ એવા વચનો આપી રહ્યાં છે અત્યાર સુધી પૂરા થયા નથી અને જેનો ભાજપે ઉલ્લેખ કર્યો નથી. આ ઝુંબેશ બીજી બાજુના વફાદારો માટે પણ હતી અથવા તો મોદી વિરોધીઓ માટે પણ હતી.

ઓછામાં ઓછા છેલ્લા પાંચ વર્ષથી, સોશિયલ મીડિયા પહેલા કરતા વધુને વધુ બધા માટે સમાન બની ગયું છે, અને મોદીને જે ધાર પહેલા હતી તે હવે રહી નથી. 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે, કોંગ્રેસે તેનું સોશિયલ મીડિયા પ્રચાર અભિયાન ‘વિકાસ ગાંડો થયો છે’ (વિકાસ ગાંડો થઈ ગયો છે અથવા નિયંત્રણ બહાર થઈ ગયો છે) વડા પ્રધાનને રજૂ કર્યો હતો અને તે ભારે હિટ હતી.

ઓછામાં ઓછા છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મીડિયા પહેલા કરતા વધુને વધુ બધા માટે સમાન બની ગયું છે, અને મોદીને જે ધાર પહેલા હતી તે હવે રહી નથી. 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે કોંગ્રેસે તેનું સોશિયલ મીડિયા પ્રચાર અભિયાન ‘વિકાસ ગાંડો થયો છે’ (વિકાસ ગાંડો થઈ ગયો છે અથવા નિયંત્રણ બહાર થઈ ગયો છે) વડા પ્રધાનને રજૂ કર્યો હતો અને તે ભારે હિટ પણ થયો છે.

અનુપમ ખેરનો કાર્યક્રમ સ્પષ્ટ રીતે ‘રાજકીય રીતે પ્રેરિત’ હતો અને સ્વતંત્રતા દિવસના એક દિવસ પછી પ્રસારણ માટે પ્લાન કરવામાં આવ્યો હતો, જેમાં અગાઉના વડા પ્રધાનોને નીચે રાખીને મોદીનો મહિમા કરવાનો સ્પષ્ટ એજન્ડા હતો.

કાર્યક્રમનું મૂલ્યાંકન અને દાવાઓની ઐતિહાસિક સચ્ચાઈ, તેનો અર્થ અને કાર્યક્રમમાં કરાયેલા આક્ષેપો એક ક્ષણ માટે છોડી શકાય છે પરંતુ ભાજપે તેના સોશિયલ મીડિયા પ્રચાર માટે જે ભાગો લીધા છે તે યોગ્ય રીતે જોવા અને પરીક્ષણ કરવા જોઈએ.

નેહરુના ભૂખમરા પરના નિવેદનો સાથે ચેડાં કરીને મોદીની છબીને મોટી કરવાની કોશિશ

ભાજપે જે વિડિયો બનાવ્યો છે તેમાં અનુપમ ખેરે વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન નેહરુ વિશે કહેલી કેટલીક વાતો એકબીજાથી સાવ અલગ છે. નહેરુ વિશેના શોના શરૂઆતના એપિસોડમાં તેઓ દાવો કરે છે કે લગભગ એક દાયકા સુધી નેહરુએ માત્ર તેમના ભાષણોમાં દેશમાં ભૂખમરો અને ખાદ્ય કટોકટી વિશે વાત કરી હતી. સ્ક્રિપ્ટમાં ભાજપના સમર્થકઅભિનેતા નહેરુના આ નિવેદનોને વધુ વિચિત્ર ગણાવે છે અને કહે છે કે કટોકટી પર નેહરુના વલણથી લોકો ચોંકી ગયા હતા.

આરોપ છે કે કૃષિ ઉત્પાદન કે ખેતી વધારવાને બદલે નેહરુજીએ વર્ષ 1949માં લોકોને વપરાશ પર નિયંત્રણ રાખવા કહ્યું હતું. પરંતુ ઐતિહાસિક સત્ય આ દાવાઓથી તદ્દન વિરુદ્ધ છે.

નેહરુએ કહ્યું, “અમે બે મોટા પડકારોનો સામનો કરી રહ્યા છીએ”. ખોરાકની સમસ્યા તેના ઉત્પાદનની સમસ્યા અને ખોરાકનો બગાડ અટકાવવો. જેઓ ખોરાકનો બગાડ કરે છે, જેઓ દેખાડો કરે છે અને ખોરાકનો બગાડ કરે છે, તેઓ ગુનો કરે છે, એક ગુનો જે દેશ વિરુદ્ધ છે… રાષ્ટ્રીય અપરાધ છે.”

નેહરુએ સ્પષ્ટપણે ખોરાકનો બગાડ કરીને પૈસાનો પ્રદર્શન કરવા સામે ચેતવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે દેશમાં ઘણા લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે, ત્યારે ઠાઠમાઠ કે કંઈક દેખાડવું શરમજનક છે. જ્યારે દેશ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આવી વાત કરવી એકદમ યોગ્ય હતી.

નેહરુએ આ વિશે જે કહ્યું તે વધુ પ્રાસંગિક છે: “જ્યારે દેશમાં કેટલાક લોકો ભૂખે મરતા હોય અને આપણામાંથી કેટલાક અથવા અમારામાંથી કેટલાક લોકો દાવત કરે અને પછી તેમાં ખોરાકનો બગાડ કરતા હોય, તેનાથી વધુ ખરાબ વાત શું હોઈ શકે.

આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતના વડા પ્રધાન તેમના મતે જે વાતો કહી રહ્યા હતા તે ખૂબ જ તાર્કિક અને દેશ માટે જરૂરી હતી. હવે કોઈ આ બાબતને ખરાબ દ્રષ્ટિકોણથી બતાવવાની ઝુંબેશ કેવી રીતે શરૂ કરી શકે અને મોદીને તેમની જગ્યાએ મહાન દ્રષ્ટા એટલે કે મહાન સ્વપ્નદ્રષ્ટા કહી શકે?

સ્ક્રીન પર બતાવવામાં આવેલા કેટલાક શોટ્સ સાથે નેહરુના ભાષણની ક્લિપ બતાવવામાં આવી છે. આ સાત-આઠ વર્ષ પહેલાના બંગાળના દુકાળના હોઈ શકે છે. કદાચ તથ્ય તપાસનારાઓ આ શોટ્સને વધુ સારી રીતે સમજી શકે.

એક શોટ જેમાં એક ભૂખ્યો બાળક એક મોટું વર્તન હાથમાં પકડીને ઉભો છે. તો બીજી તરફ મોદીની હાથમાં એક ફાઈલ છે અને તેઓ પોતાનું કામ કરવા માટે તૈયાર દેખાઈ રહ્યાં છે. એકબીજાથી અલગ તસવીરો બનાવીને પોતાના હિસાબથી ભક્તોને મેસેજ આપવાની કોશિશ કરવામાં આવી છે. આમાં જે કેપ્શન લખવામાં આવ્યો છે તે પણ ચાલાકી અને દુષ્ટતાપૂર્ણ છે.

ભૂખ અને ગંદકીની તસવીર નીચે લખ્યું છે તેઓ માત્ર કોસતા રહ્યાં અને જ્યારે મોદીની તસવીર નીચે લખ્યું છે અમે સુધાર કરતા રહ્યાં.

બીજેપીના સોશિયલ મીડિયા કેમ્પેઈનના વોઈસઓવરમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ઈન્દિરા ગાંધીને પણ અનાજની અછત અને બ્લેક માર્કેટિંગની જાણ નહોતી. વોઈસ ઓવરમાં વધુમાં કહેવાયું છે કે નેહરુની જેમ ઈન્દિરા ગાંધીએ પણ વેપારીઓ સામે ગુસ્સો કે નારાજગી વ્યક્ત કરી હતી.

ઈન્દિરા ગાંધીને પણ લોકો પર અવિશ્વાસ દાખવતી નેતા તરીકે દર્શાવવાની કોશિશ કરીને તેની સામે મોદીને એક જનતામાં પૂર્ણ વિશ્વાસ રાખનાર એક મહાન નેતા બતાવવાની કોશિશ કરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat