Gujarat Exclusive > દેશ-વિદેશ > લિજ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન, ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવ્યા

લિજ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન, ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવ્યા

0
101

બ્રિટનમાં વડાપ્રધાનની રેસમાં ઋષિ સુનક હારી ગયા છે. યૂકેના વિદેશ મંત્રી લિસ ટ્રસ ત્યાના નવા વડાપ્રધાન ચૂંટાયા છે. તે બોરિસ જૉનસનની જગ્યા લેશે. લિસ ટ્રસને બ્રિટનની સત્તાધારી કંજર્વેટિવ પાર્ટીના નેતા ચૂંટી લેવામાં આવશે.

બૉરિસ જોનસનના ઉત્તરાધિકારીના રૂપમાં પાર્ટીના સભ્યોને પૂર્વ ચાંસલર ઋષિ સુનક અને વિદેશ મંત્રી લિસ ટ્રસમાંથી કોઇ એકને પસંદ કરવાના હતા. 42 વર્ષના સુનકને હવે પીએમની રેસમાં 47 વર્ષની લિસ ટ્રસે હરાવી દીધા છે.

પીએમની આ ચૂંટણીમાં Conservative Partyના આશરે 1 લાખ 60 હજારથી વધુ સભ્યોએ વોટ કર્યો હતો. ચૂંટણીા પહેલા આવી રહેલા સર્વેમાં પણ એમ જણાવવામાં આવી રહ્યુ હતુ કે ઋષિ સુનક આ રેસમાં પાછળ રહી ગયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat