Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપના વિકિપીડીયા પેજને ખાલિસ્તાની સાથે કેવી રીતે જોડવામાં આવ્યુ? IT મિનિસ્ટ્રીનું Wikipediaને સમન

ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપના વિકિપીડીયા પેજને ખાલિસ્તાની સાથે કેવી રીતે જોડવામાં આવ્યુ? IT મિનિસ્ટ્રીનું Wikipediaને સમન

0
216

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના વિકિપીડિયા પેજને એડિટ કરીને ખાલિસ્તાન સાથે જોડવા મામલે સૂચના અને પ્રૌધોગિકી મંત્રાલયે ગંભીરતાથી લીધા છે. મંત્રાલયે અર્શદીપના પેજને ખાલિસ્તાન સાથે જોડવા અને તે કંટેન્ટને પબ્લિકલી રિફલેક્ટ થવાને લઇને સ્પષ્ટીકરણ માટે ભારતમાં વિકિપીડિયાના અધિકારીઓને સમન જાહેર કર્યુ છે. મંત્રાલયે અધિકારીઓને કહ્યુ છે કે તે આ મામલે સ્પષ્ટીકરણ સાથે તેમને મળે અને કારણ જણાવે.

ભારતીય ક્રિકેટ ટીમના 23 વર્ષીય પેસર અર્શદીપ સિંહે એશિયા કપ 2022માં પાકિસ્તાનના ખેલાડી આસિફ અલીનો કેચ છોડી દીધો હતો. તે બાદ લોકોએ સોશિયલ મીડિયા પર તે સવાલ ઉભા કરવાના શરૂ કરી દીધા હતા.

તે બાદ તેમના વિકિપીડિયા પેજ પર બાકાયદા તેમના ખાલિસ્તાન સાથે જોડાયેલા હોવાની વાત કહી દીધી હતી જેથી સાર્વજનિક રીતે હાજર રહી હતી, તેમના પેજ પર દેખાતુ હતુ કે અર્શદીપે 2018 અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપમાં ખાલિસ્તાન સ્કવૉર્ડ તરફથી ડેબ્યૂ કર્યુ. જુલાઇ 2022માં તે ખાલિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યો. ઓગસ્ટ 2022માં તેના નામે ખાલિસ્તાન એશિયા કપ સ્કવોર્ડ તરફથી સામે આવ્યુ હતુ.

 

]

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat