Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > શાહીન આફ્રિદી ઇજાને કારણે એશિયા કપમાંથી બહાર થયો, ભારત માટે રાહતના સમાચાર

શાહીન આફ્રિદી ઇજાને કારણે એશિયા કપમાંથી બહાર થયો, ભારત માટે રાહતના સમાચાર

0
29

દૂબઇ: ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટોપ ઓર્ડરને આઉટ કરનાર પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ઇજાને કારણે એશિયા કપ 2022માંથી બહાર થઇ ગયો છે. ભારત માટે એશિયા કપ પહેલા આ રાહતના સમાચાર છે. ગત વર્ષે ટી-20 વર્લ્ડકપમાં શાહીન આફ્રિદીએ રોહિત શર્મા, લોકેશ રાહુલ અને વિરાટ કોહલીને આઉટ કર્યા હતા. તે મેચમાં ભારત 10 વિકેટે હારી ગયુ હતુ.

શાહીન આફ્રિદીને ઘૂંટણમાં ઇજા થઇ છે અને તેને સ્વસ્થ થતા 4થી 6 અઠવાડિયા જેટલો સમય લાગશે. શાહીન આફ્રિદી ટી-20 વર્લ્ડકપ પહેલા ફિટ થઇ જશે. શાહીન આફ્રિદી ઇંગ્લેન્ડ સામે ટી-20 સીરિઝમાં પણ નહી રમી શકે.

 

એશિયા કપમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ

બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હારિસ રઉફ, ઇફ્તિખાર અહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિજવાન, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat