Gujarat Exclusive > રાજનીતિ > ઉદ્વવ ઠાકરેની વોટ બેન્ક તોડશે રાજ? BMC ચૂંટણીમાં BJP રમશે મોટો દાંવ

ઉદ્વવ ઠાકરેની વોટ બેન્ક તોડશે રાજ? BMC ચૂંટણીમાં BJP રમશે મોટો દાંવ

0
23

મુંબઇ: બૃહદ મુંબઇ મહાનગરપાલિકા એટલે BMCની ચૂંટણી નજીક છે. એવામાં મહારાષ્ટ્રમાં એક તરફ રાજકીય બદલાવ આકાર લેતો જોવા મળી રહ્યો છે. સમાચાર છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચૂંટણી માટે ગઠબંધનને લઇને ચર્ચા ચાલુ છે. જોકે, તેને લઇને બન્ને દળ તરફથી ઓફિશિયલ રીતે કઇ કહેવામાં આવ્યુ નથી પરંતુ સતત થઇ રહેલી હાઇ પ્રોફાઇલ મુલાકાત આવા સંકેત આપી રહી છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે મનસે પ્રમુખ રાજ ઠાકરેને તેમના ઘરે શિવતીર્થ પર મળ્યા હતા, જેના એક દિવસ પહેલા જ ભાજપના રાષ્ટ્રીય મહા સચિવ વિનોદ તાવડેએ પણ રાજ સાથે મુલાકાત કરી હતી. જ્યારે મનસે પ્રમુખ રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળવા મલાબાર સ્થિત તેમના ઘરે પહોચ્યા હતા. કહેવામાં આવી રહ્યુ છે કે ભાજપનું માનવુ છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથ અને રાજની પાર્ટી સાથે તે સેનાના મરાઠી વોટ બેન્કને પોતાની બનાવી શકે છે.

BJP માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થશે રાજ ઠાકરે

અંદરના સૂત્રોએ જણાવ્યુ કે બીએમસી ચૂંટણીને લઇને અત્યારે બન્ને પક્ષ વચ્ચે ચર્ચા શરૂઆતના તબક્કામાં છે. રાજમાં ભાજપને એક પ્રખર વક્તા જોવા મળે છે, જે ઉદ્ધવ ઠાકરે અને સંભાજી બ્રિગેડને આક્રમક થઇને ટક્કર આપી શકે છે. આ સિવાય તે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસને પણ હરાવવાનું જાણે છે.

રિપોર્ટ અનુસાર, એક ભાજપના નેતાએ કહ્યુ, બની શકે કે રાજ ઠાકરે સીટ ના જીતી શકે પરંતુ ભાજપ માટે તેમની રેલી મહા વિકાસ અઘાડી વિરૂદ્ધ માહોલ તૈયાર કરવામાં મદદ કરશે, તેમણે એમ પણ જણાવ્યુ કે મનસે પ્રમુખની 10-12 મોટી રેલી ફાયદા કારક સાબિત થઇ શકે છે.

ચૂંટણી સમીકરણ પર શું કહે છે બન્ને દળ

એક મનસે પદાધિકારીનું કહેવુ છે, મનસે બીએમસી ચૂંટણી લડવા માંગે છે પરંતુ ભાજપ અને શિંદે જૂથ સાથે ગઠબંધન યોગ્ય હોવો જોઇએ. પાર્ટીના એક અન્ય નેતા કહે છે, રાજ સાહેબ ભાજપ સામે સરેન્ડર નહી કરે, તેમની આ શરતો પર હશે. બીજી તરફ ભાજપના રણનીતિકારે કહ્યુ, કુલ 227 બેઠકમાં ભાજપ મનસેને 25-30 બેઠકની રજૂઆત કરી શકે છે કારણ કે તેને શિંદે જૂથને પણ જગ્યા આપવાની છે.

MNSને થઇ શકે છે ફાયદો

વર્ષ 2017ની બીએમસી ચૂંટણીમાં ભાજપના ખાતારમાં 82 બેઠક આવી હતી. જ્યારે આ આંકડો શિવસેનાનો 84 પર હતો, તે દરમિયાન મનસેએ 7 બેઠક જીતી હતી. જોકે, બે વર્ષ પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મનસે માત્ર એક જ બેઠક જીતી શકી હતી. એવામાં રાજ્યના રાજકારણમાં ફરી એક વખત પગ જમાવવા માટે આ મનસે સામે તક બની શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat