Gujarat Exclusive > દેશ-વિદેશ > મુંબઇ: અંધેરીમાં 14 વર્ષની બાળકીની હત્યાના 2 આરોપી ગુજરાતથી ઝડપાયા

મુંબઇ: અંધેરીમાં 14 વર્ષની બાળકીની હત્યાના 2 આરોપી ગુજરાતથી ઝડપાયા

0
23

મુંબઇ: મુંબઇના અંધેરીમાં 14 વર્ષની બાળકીની હત્યાના 2 આરોપીઓની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. 26 ઓગસ્ટે પાલઘર જિલ્લામાં એક સૂટકેસમાં બાળકીનું શબ મળ્યુ હતુ.

મુંબઇમાં 14 વર્ષની વિદ્યાર્થિનીનો શબ સૂટકેસમાં મળવાના કેસમાં પોલીસે ગુજરાતમાંથી બે આરોપીની ધરપકડ કરી છે. પાલઘર જિલ્લાના નાયગામ વિસ્તારમાં 26 ઓગસ્ટે એક બેગમાં એક 14 વર્ષની બાળકીનું શબ મળ્યુ હતુ જે બાદ વાલિવ પોલીસે હત્યાનો કેસ દાખલ કરીને બે આરોપીની ધરપકડ કરી છે.

વિદ્યાર્થિનીનું નામ વંશિતા કનૈયાલાલ રાઠોડ છે જે 25 ઓગસ્ટે બપોરથી ગાયબ હતી. પોલીસે જણાવ્યુ, 26 ઓગસ્ટે રેલ્વે પોલીસે ફોન કરીને ઝાડીઓમાં એક યુવતીના શબ મળવાની વાત કહી હતી, જે બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી અને તેમણે એક બેગમાં યુવતીનો શબ મળ્યો હતો. પોલીસે જણાવ્યુ કે યુવતીના પેટ પર ચાકુના ઘા હતા. બેગમાં એક કાંબળુ અને સ્કૂલનું યૂનિફોર્મ હતુ. તપાસ પછી ખબર પડી કે બાળકીની ઓળખ મળેલા શબથી થઇ હતી.

સ્કૂલમાંથી ઘરે પરત નહતી ફરી વંશિતા

પોલીસે જણાવ્યુ કે, વંશિતા પોતાના ઘરેથી સ્કૂલ જવા માટે નીકળી હતી અને સાંજ સુધી ઘરે પરત ફરી નહતી જે બાદ તેમના પરિવારજનોએ પોલીસને ગાયબ થવાની સૂચના આપી હતી. પોલીસે અપહરણનો કેસ દાખલ કર્યો હતો કારણ કે તે સગીર હતી. પોલીસે જણાવ્યુ કે અંધેરીથી લઇને નાયગાંવ સ્ટેશન સુધી પોલીસે રેલ્વે સ્ટેશનના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા અને આરોપીઓની ઓળખ કરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat