Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > મુકેશ અંબાણીની દીકરીને મોટી જવાબદારી, આ કંપનીની કમાન સંભાળશે ઇશા

મુકેશ અંબાણીની દીકરીને મોટી જવાબદારી, આ કંપનીની કમાન સંભાળશે ઇશા

0
29

મુંબઇ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ સોમવારે 45મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM)માં પોતાની દીકરી ઇશાનો પરિચય ગ્રુપના રિટેલ બિઝનેસના પ્રમુખ તરીકે કરાવ્યો હતો. આ સાથે જ તેમના ઉત્તરાધિકાર યોજનાના સંકેત મળી ગયા છે. આ પહેલા મુકેશ અંબાણી પુત્ર આકાશને ગ્રુપના ટેલિકોમ રિલાયન્સ જિયોના ચેરમેન નોમિનેટ કરી ચુક્યા છે.

45મી વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ ઇશાનો પરિચય છુટક બિઝનેસના આગેવાન તરીકે કરાવ્યો હતો, તેમણે ઇશા અંબાણીને છુટક વેપાર વિશે બોલવા માટે બોલાવતા તેને પ્રમુખ ગણાવી હતી. ઇશાએ વૉટ્સએપનો ઉપયોગ કરીને ઓનલાઇન કરિયાણુ ઓર્ડર કરવા અને ઓનલાઇન ચુકવણી કરવા સાથે જોડાયેલ એક પ્રેઝન્ટેશન પણ આપ્યુ હતુ.

65 વર્ષીય મુકેશ અંબાણીના ત્રણ સંતાન છે. ઇશા અને આકાશ બન્ને જુડવા ભાઇ-બહેન છે, જ્યારે અનંત સૌથી નાનો છે. ઇશાના લગ્ન પીરામણ ગ્રુપના આનંદ પીરામલ સાથે થયા છે. રિલાયન્સ ગ્રુપના મુખ્ય ત્રણ બિઝનેસ છે, જે ઓઇલ રિફાઇનિંગ એ્ડ પેટ્રો-કેમિકલ્સ, રિટેલ બિઝનેસ અને ડિઝિટલ બિઝનેસ છે. જેમાંથી રિટેલ અને ડિઝિટલ બિઝનેસનો પૂર્ણ માલિકીનો હક એકમને અધીન છે. બીજી તરફ તેલથી રસાયણ અથવા ઓ2સી બિઝનેસ રિલાયન્સ હેઠળ આવે છે. નવીન ઉર્જા બિઝનેસ પણ મૂળ કંપનીનો જ ભાગ છે. એવી આશા કરવામાં આવી રહી છે કે મુકેશ અંબાણી પોતાના નાના પુત્ર અનંતને તેલ અને ઉર્જા બિઝનેસની જવાબદારી સોપી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat