Gujarat Exclusive > રાજનીતિ > 2024 લોકસભા ચૂંટણીની તૈયારીમાં કેજરીવાલ, 7 સપ્ટેમ્બરથી દેશવ્યાપી યાત્રા પર નીકળશે

2024 લોકસભા ચૂંટણીની તૈયારીમાં કેજરીવાલ, 7 સપ્ટેમ્બરથી દેશવ્યાપી યાત્રા પર નીકળશે

0
29

નવી દિલ્હી: સપ્ટેમ્બરથી આખા ભારતમાં રાજકીય હલચલ જોવા મળશે. એક તરફ કોંગ્રેસ 7 સપ્ટેમ્બરથી ‘ભારત જોડો’ યાત્રા શરૂ કરવાની તૈયારી કરી રહી છે બીજી તરફ આમ આદમી પાર્ટીએ 7 સપ્ટેમ્બરથી જ ‘મેક ઇન ઇન્ડિયા નંબર વન’ અભિયાનની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે આપ રાષ્ટ્રીય રાજનીતિમાં કોંગ્રેસની જગ્યા લેવાની તૈયારી કરી રહ્યુ છે. બીજી તરફ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આ યાત્રા મહત્વની સાબિત થઇ શકે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હરિયાણાથી 7 સપ્ટેમ્બરથી અખિલ ભારતીય અભિયાનની શરૂઆત કરવા જઇ રહ્યા છે, જેના દ્વારા આપ પાર્ટી સંગઠન વિસ્તાર અને 2024 લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહી છે. ખાસ વાત આ છે કે લોકસભા ચૂંટણી પહેલા દેશના 7 મહત્વના રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે. કેજરીવાલ ‘મેકિંગ ઇન્ડિયા નંબર 1’ દ્વારા રાજ્યમાં રેલી, યુવાઓ સાથે બેઠક અને તિરંગા યાત્રા કરશે, જેની શરૂઆત હરિયાણામાં 7-8 ઓક્ટોબરથી થનારા બે દિવસીય કાર્યક્રમથી થશે.

હરિયાણા જ કેમ?

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હવે સવાલ એ છે કે તે બાદ પણ આપે હરિયાણાને કેમ પસંદ કર્યુ? પંજાબમાં મળેલી ઐતિહાસીક જીતનો ફાયદો આપ હરિયાણામાં ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. આ કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સાથે હશે. સમાચાર છે કે તે આદમપુર અને હિસારમાં રેલી દ્વારા અભિયાનની શરૂઆત કરશે.

કોંગ્રેસની ભારત જોડો યાત્રા

ચેન્નાઇ પાસે શ્રીપેરંબદૂર સ્મારક પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાહુલ ગાંધી 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરશે. પદયાત્રી કન્યાકુમારીથી તિરૂવનંતપુરમ, કોચ્ચી, નીલાંબર, મૈસૂર, બેલારી, રાયચૂર, વિકારાબાદ, નાંદેડ, જલગાંવ, ઇન્દોર, કોટા, દૌસા, અલવર, બુલંદશહર, દિલ્હી, અંબાલા, જમ્મુ જશે અને યાત્રાનો અંત કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં થશે.

આપ અને કોંગ્રેસનો ઇતિહાસ

વર્ષ 2013માં કેજરીવાલે દિલ્હીના ત્રણ વખતના મુખ્યમંત્રી શીલા દીક્ષિત વિરૂદ્ધ ચૂંટણી લડી હતી, ત્યારે શીલા દીક્ષિતે કહ્યુ હતુ, ‘કોણ છે અરવિંદ કેજરીવાલ? શું છે આપ. શું આ એવી પાર્ટી છે, જેની તુલના કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી સાથે કરી શકાય’. ખાસ વાત એ છે કે ત્યારે કેજરીવાલે માત્ર કોંગ્રેસ નેતાને જ નહતા હરાવ્યા પણ તેમની પાર્ટીએ કોંગ્રેસના હાથમાંથી દિલ્હી પણ છીનવી લીધુ હતુ.

આ જ હાલત પંજાબ વિધાનસભામાં થઇ હતી. કેજરીવાલે ત્યારે પંજાબના મુખ્યમંત્રી રહેલા ચરણજીત સિંહ ચન્ની બન્ને બેઠક પરથી હારી રહ્યા છે, પરિણામ પણ આવુ જ આવ્યુ હતુ અને ચન્ની પોતાના ગઢ ચમકૌર સાહિબ અને ભદૌર બેઠક પરથી હારી ગયા હતા. ખાસ વાત આ છે કે બન્ને બેઠક પર કેજરીવાલની પાર્ટીના ઉમેદવારે તેમણે હરાવ્યા હતા. ચૂંટણીનું અંતિમ પરિણામ પણ આ જ આવ્યુ કે કોંગ્રેસના હાથમાંથી પંજાબ પણ નીકળી ગયુ હતુ અને આપે શાનદાર 92 બેઠક પર જીત મેળવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat