Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર માણસ, 137 અબજ ડૉલરની સંપત્તિ

ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર માણસ, 137 અબજ ડૉલરની સંપત્તિ

0
48

નવી દિલ્હી: બ્લૂમબર્ગ બિલિયોનર્સના લેટેસ્ટ આંકડા અનુસાર ગૌતમ અદાણી હવે વિશ્વના ત્રીજા અમીર વ્યક્તિ બની ગયા છે. ગૌતમ અદાણીની સંપત્તિ 137 બિલિયન ડૉલર થઇ ગઇ છે. 60 વર્ષીય બિઝનેસ ટાઇકૂન અદાણી સૌથી અમીર વ્યક્તિની યાદીમાં એલન મસ્ક અને જેફ બેજોસથી પાછળ છે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, આ પ્રથમ વખત છે જ્યારે કોઇ એશિયન વ્યક્તિએ વિશ્વના ટોપ ત્રણ સૌથી અમીર લોકોની યાદીમાં જગ્યા બનાવી છે. ભારતીય બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણી અને ચીની કંપની અલીબાબા ગ્રુપના જેક મા પણ આ ઉંચાઇ સુધી પહોચ્યા નથી. ગૌતમ અદાણી, અદાણી ગ્રુપના કો-ઓનર છે, જે દેશના સૌથી મોટા પોર્ટ ઓપરેટર છે. આ ગ્રુપને દેશના સૌથી મોટા કોલસા ટ્રેડર પણ કહેવામાં આવે છે. અદાણી એન્ટરપ્રાઇઝેઝ દ્વારા 31 માર્ચ 2021 સુધી 5.3 બિલિયન ડૉલરનું રાજસ્વ નોંધાયુ છે.

ટેસ્લાના પ્રમુખ એલન મસ્કની કુલ સંપત્તિ 251 બિલિયન ડૉલર છે. બીજી તરફ એમેઝોનના સંસ્થાપક અને સીઇઓ જેફ બેજોસની કુલ સંપત્તિ 153 બિલિયન ડૉલર છે. ગૌતમ અદાણીએ LVMH મોએટ હેનેસી લુઇ વુઇટનના કો-ઓનર બર્નાર્ડ અરનૉલ્ટને પાછળ છોડી દીધા છે. બર્નાર્ડ અરનૉલ્ટ લક્ઝરી ફેશનમાં એક ગ્લોબલ લીડર છે.

મહત્વપૂર્ણ છે કે ગત અઠવાડિયે પણ અદાણી ચર્ચામાં હતા. અદાણી ગ્રુપે એક નિવેદન જાહેર કર્યુ હતુ કે અદાણી ફર્મ ભારતના ટોચના સમાચાર નેટવર્કમાંથી એક NDTVમાં 29 ટકા ભાગીદારી મેળવવા માટે તૈયાર છે. જોકે, એનડીટીવીએ કહ્યુ કે આ સોદો બજાર નિયામક સેબીની મંજૂરીના આધીન છે, જે ગ્રુપે ફગાવી દીધો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat