Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,58,089 નવા કેસ, 385 લોકોના મોત

COVID-19: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,58,089 નવા કેસ, 385 લોકોના મોત

0
56
  • ગઈકાલની સરખામણીમાં દૈનિક કેસોમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 2,58,089 કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં દૈનિક કેસોમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે દેશમાં કોરોનાના 2,71,202 કેસ નોંધાયા હતા. આ સાથે, છેલ્લા 24 કલાકમાં દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 8,209 થઈ ગઈ છે. ગઈકાલની સરખામણીમાં ઓમિક્રોનના કેસોમાં 6.02 ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 385 મોત પણ નોંધાયા છે.

જો કે દેશમાં સક્રિય કેસોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં સક્રિય કેસ વધીને 16,56,341 થઈ ગયા, જ્યારે એક દિવસ પહેલા દેશમાં માત્ર 15,50,377 સક્રિય કેસ હતા. દેશમાં સક્રિય કેસ હાલમાં કુલ કેસના 4.43 ટકા છે, જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે, હાલમાં તે ઘટીને 94.27 ટકા પર આવી ગયો છે.

કોરોના સંક્રમણની વચ્ચે સૌથી સારી બાબત એ છે કે લોકો ઝડપથી સાજા થઈ જાય. છેલ્લા 24 કલાકમાં 1,51,740 લોકો સાજા થયા છે, જે બાદ સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 3,52,37,461 થઈ ગઈ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat