Gujarat Exclusive > આપણી જરૂરિયાત > કૉમર્શિયલ ગેસ સિલિન્ડર 100 રૂપિયા સુધી સસ્તુ થયુ, આજથી થયા આ 5 મોટા બદલાવ

કૉમર્શિયલ ગેસ સિલિન્ડર 100 રૂપિયા સુધી સસ્તુ થયુ, આજથી થયા આ 5 મોટા બદલાવ

0
43

નવી દિલ્હી: 1 સપ્ટેમ્બર 2022થી કેટલાક બદલાવ થયા છે. આ બદલાવની અસર તમારા જીવન પર પણ પડશે. કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં આ સિલિન્ડર 91.50 રૂપિયા, કોલકાતામાં 100 રૂપિયા, મુંબઇમાં 92.50 રૂપિયા અને ચેન્નાઇમાં 96 રૂપિયા સસ્તુ મળશે.

1. કોમર્શિયલ ગેસ સિલિન્ડર100 રૂપિયા સુધી સસ્તું

ઈન્ડિયન ઓઈલ દ્વારા 1 સપ્ટેમ્બરે જાહેર કરાયેલી કિંમત અનુસાર 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર સસ્તું થઈ ગયું છે. રાજધાની દિલ્હીમાં તેની કિંમત 1,976.50 રૂપિયાથી ઘટીને 1,885 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં તેની કિંમત 2,095.50 રૂપિયાથી ઘટાડીને 1,995.50 રૂપિયા કરવામાં આવી છે.

મુંબઈમાં રૂ. 1,936.50ને બદલે રૂ. 1,844 અને ચેન્નાઇમાં રૂ. 2,141ને બદલે રૂ. 2,045 થઈ ગઈ છે. કમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં સતત પાંચમી વખત ઘટાડો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા છે.

2. પંજાબ નેશનલ બેંકમાં ખાતાધારકો માટે KYC જરૂરી

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. બેંકે કહ્યું હતું કે તમામ ગ્રાહકોએ 31 ઓગસ્ટ પહેલા તેમનું KYC કરાવી લેવું જોઈએ. આ માટે તમે બેંક શાખાનો સંપર્ક કરી શકો છો. જો તમે 31 ઓગસ્ટ સુધીમાં તમારું એકાઉન્ટ અપડેટ કર્યું નથી, તો તમે તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી શકશો નહીં.

3. યમુના એક્સપ્રેસ વેની મુસાફરી મોંઘી થશે

દિલ્હી પહોંચવા માટે યમુના એક્સપ્રેસ વેનો ઉપયોગ કરતા લોકોને હવે પહેલા કરતા વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. નવા દરો મુજબ કાર, જીપ, વાન અને લાઇટ મોટર વ્હીકલ માટેનો ટોલ દર 2.50 રૂપિયા પ્રતિ કિમીથી વધારીને 2.65 રૂપિયા પ્રતિ કિમી કરવામાં આવ્યો છે. હળવા કોમર્શિયલ વાહનો, હળવા માલસામાનના વાહનો અને મીની બસો માટેનો ટોલ ટેક્સ ઘટાડીને 4.15 રૂપિયા પ્રતિ કિમી અને બસ અથવા ટ્રક માટે 8.45 રૂપિયા પ્રતિ કિ.મી.

4. PM કિસાન યોજનામાં KYC નહીં હોય તો પૈસા નહીં મળે

જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો, તો તમારે 31 ઓગસ્ટ પહેલા E-KYC કરાવવું જરૂરી હતું. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે આગામી હપ્તો અટકી જશે. સરકારે આ યોજના માટે KYC ફરજિયાત બનાવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat