Gujarat Exclusive > ગુજરાત > અમદાવાદના વાતાવરણમાં પલટો, હવામાન વિભાગની ચાર દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદના વાતાવરણમાં પલટો, હવામાન વિભાગની ચાર દિવસ ભારે વરસાદની આગાહી

0
13

અમદાવાદમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ધોધમારથી હળવો વરસાદ પડ્યો છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શહેરના નરોડા, સીટીએમ, રામોલ, વસ્ત્રાલ, કાંકરિયા, ખોખરા, પ્રહલાદનગર, પાલડી, સોલા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

એક સપ્તાહના વિરામ બાદ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. ગુજરાતના કયા વિસ્તારોમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે તે અંગે ખાસ કરીને મહત્વની માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 4 દિવસ સુધી ગુજરાતના 33માંથી કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ફરી એકવાર હળવાથી ભારે વરસાદની સંભાવના છે. જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, તાપી અને ડાંગમાં સારા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના છોટા ઉદેપુર અને અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો વરસાદ પડી શકે છે. એક સપ્તાહના વિરામ બાદ ગઈકાલે ડોદરામાં વરસાદે દસ્તક આપી હતી.

બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું, રાજુલામાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો હતો, આ ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat