Gujarat Exclusive > ગુજરાત > મનીષ સિસોદિયાની ધરપકડ થતા જ ગુજરાતમાં બનશે AAPની સરકાર: અરવિંદ કેજરીવાલ

મનીષ સિસોદિયાની ધરપકડ થતા જ ગુજરાતમાં બનશે AAPની સરકાર: અરવિંદ કેજરીવાલ

0
21

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે મોટુ નિવેદન આપ્યુ છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જ્યારથી CBIએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે રેડ કરી છે તે પછીથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વોટની ટકાવારી ચાર ટકા વધી ગઇ છે. અરવિંદ કેજરીવાલે હસતા કહ્યુ કે જો મનીષ સિસોદિયાની ધરપકડ કરશે તે પછી ગુજરાતમાં અમારો વોટ 6% વધી જશે. કેજરીવાલે કહ્યુ કે સિસોદિયાની બે વખત ધરપકડ કરવામાં આવી તો સરકાર જ બની જશે.

અરવિંદ કેજરીવાલે ખુદ ઉપર અને પોતાના ધારાસભ્યો ઉપર દાખલ થયેલા કેસની જાણકારી આપતા કહ્યુ, 16 કેસ તેમણે મારી ઉપર કર્યા હતા જેમાંથી 12માં છુટી ગયો છું. મનીષ સિસદિયા ઉપર તેમણે 13 કેસ કર્યા હતા જેમાંથી 10માં તે છુટી ગયા છે. સત્યેન્દ્ર જૈન ઉપર 4 કેસ કર્યા હતા જેમાંથી બે કેસમાં તે છુટી ગયા છે. દિનેશ મોહનિયા ઉપર 10 કેસ હતા જેમાંથી 9 કેસમાં તે છુટી ગયા છે. આ રીતના અમારી પાસે 49 ધારાસભ્યોની યાદી છે જેમની ઉપર કેસ દાખલ કરવામાં આવયા હતા. દરેક કામમાં ભ્રષ્ટાચારના કેસ લગાવે છે પરંતુ એક પણ સાબિત કરી નથી શક્યા.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આજે દેશમાં બે જ પાર્ટી બકી છે, એક કટ્ટર ઇમાનદાર પાર્ટી અને એક કટ્ટર બેઇમાન પાર્ટી. કેજરીવાલે કહ્યુ, કટ્ટર ઇમાનદાર તે પાર્ટી છે જેના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્ય સહિત તમામ નેતા ઇમાનદાર છે. જ્યારે કટ્ટર બેઇમાન પાર્ટી તે છે જેમના વિરૂદ્ધ દરરોજ નવા કેસ આવે છે. કર્ણાટકમાં ઠેકેદારોએ કહ્યુ કે તેમની પાસેથી 30%, 40 % કમીશન લેવામાં આવી રહ્યુ છે. કટ્ટર બેઇમાન પાર્ટી તે છે જેમના રાજ્યમાં નકલી દારૂ પીને લોકોના જીવ જતા રહ્યા, જે દેશમાં નશો વેચે છે.

અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ, ભાજપને લાગે છે કે આ તમામ ધારાસભ્યોને ખરીદી શકે છે પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વેચાવાન નથી. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યુ કે, તેમણે અમારા 40 ધારાસભ્યોને ખરીદવા માટે 800 કરોડ રૂપિયા રાખ્યા હતા, 12 ધારાસભ્યોને તેમણે 20-20 કરોડ રૂપિયાની ઓફર કરી હતી અને કહ્યુ હતુ કે 40 ધારાસભ્ય લઇને આવો અને 800 કરોડ રૂપિયા રાખ્યા હતા પણ અમારી પાર્ટીનો એક પણ ધારાસભ્ય વેચાયો નહતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat